સ્પર્ધા નો ઇતિહાસ

સ્પર્ધાનું નામ : સ્વ. સવજીભાઈ નાગજીભાઈ લવાણી પ્રેરિત – વાક્ પૂજન સ્પર્ધા
શરૂઆત નું વર્ષ : ૧૯૯૪ થી શરૂ થયેલી આ સ્પર્ધા ૩૧ માં વર્ષ માં પ્રવેશ કરે છે. દર વર્ષ ની જેમ જ આ સ્પર્ધા નું આયોજન થતું આવ્યું છે.

સ્પર્ધા ની કક્ષા

હાઇસ્કૂલ કક્ષા : ધો – ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે હાલ બોટાદ જિલ્લાના તમામ તાલુકાની હાઇસ્કૂલો માં વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે.
કોલેજ કક્ષા : ભાવનગર યુનિવર્સિટી માં નોંધાયેલી કોલેજ તથા સરકારી કોલેજ ના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે.

ધ્યેય

“અમારો ધ્યેય વિદ્યાર્થીઓને નિર્ભયતાથી, સ્પષ્ટતાથી અને પ્રભાવશાળી રીતે પોતાના વિચારો રજૂ કરતા શીખવવાનો છે.”

દ્રષ્ટિ

“એવા ભાવિ નાગરિકોનું નિર્માણ કરવું જેઓ પોતાની વાણી દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે.”

વક્તૃત્વ સ્પર્ધા નો હેતુ

બોટાદ જિલ્લામાં આવેલી દરેક હાઇસ્કૂલો તેમજ બોટાદ અને ભાવનગર જિલ્લાના વિવિધ કોલેજોમાં છેલ્લા ૩૧ વર્ષથી વાર્ષિક વક્તૃત્વ સ્પર્ધાઓનું નિરંતર આયોજન થતું રહ્યું છે. આ લાંબી પરંપરા માત્ર શૈક્ષણિક ઘટનાનો ભાગ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું એક મજબૂત મંચ બની રહી છે.

વિધાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને ઉજાગર કરવા, તેમની ક્ષમતાઓને ખીલવાની તક આપવા અને તેમને યોગ્ય દિશામાં આગળ વધારવા માટે આ સ્પર્ધાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવયુવાનોમાં નિવાસ કરતી સુષુપ્ત પ્રતિભાઓને જાગૃત કરવી, તેમના વિચારોને નિર્ભયતાથી વ્યક્ત કરવાની કળા વિકસાવવી અને સમાજપ્રત્યે જવાબદારીની ભાવના વધારવી — આવા અનેક હેતુઓને ધ્યાનમાં રાખીને આ સ્પર્ધાઓ વર્ષ દર વર્ષ યોજાતી રહે છે.

આ કાર્યક્રમો પરથી વિદ્યાર્થીઓને ભાષણકલા, તર્કશક્તિ, વ્યક્તિત્વ વિકાસ અને મંચ સંચાલન જેવી અગત્યની કુશળતાઓનું સંવર્ધન થાય છે. પરિણામે, તેઓ ભવિષ્યમાં આત્મવિશ્વાસી, વિચારશીલ અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે એવા નાગરિક તરીકે ઘડાય છે.

મુખ્ય ઉદ્દેશો નીચે પ્રમાણે છે.

1

ચારિત્ર્ય અને આત્મવિશ્વાસનું ઘડતર

યુવાનોને વાંચનપ્રિય સદ્શ્રોતા બનાવી ઉત્તમ ચારિત્ર્ય ઘડતર કરવાનો હેતું છે.

2

ભય પર વિજય

વક્તૃત્વ સ્પર્ધાનો સૌથી મોટો અને તાત્કાલિક હેતુ વિદ્યાર્થીના ‘સ્ટેજ ફીઅર’ (જાહેરમાં બોલવાનો ડર) ને દૂર કરવાનો છે.યુવાનોને વાંચનપ્રિય સદ્શ્રોતા બનાવી ઉત્તમ ચારિત્ર્ય ઘડતર કરવાનો હેતું છે.

3

હિંમત અને આત્મવિશ્વાસ

હજારો લોકોની સામે ઊભા રહીને, પોતાની વાત પર અડગ રહેવું અને ટીકાના ભય વિના પોતાનો મત રજૂ કરવો, એ વિદ્યાર્થીના આત્મવિશ્વાસ (Self-Confidence) અને હિંમત (Courage) નું નિર્માણ કરે છે.

4

નેતૃત્વ ઘડતર

વિદ્યાવાન યુવાનને નવસર્જન માટે આત્મ વિશ્વાસ જગાડવાનો અને નીડર લીડર બનાવવાનો હેતુ છે.યુવાનોને વાંચનપ્રિય સદ્શ્રોતા બનાવી ઉત્તમ ચારિત્ર્ય ઘડતર કરવાનો હેતું છે.

5

સંસ્કૃતિ મુલ્યોનું સંરક્ષણ અને વહન

યુવાન મૌલિકતા સભર, શ્રેષ્ઠ સત્યવક્તા બને અને સંસ્કૃતિનાં મૂલ્યોનો સંરક્ષક અને વાહક બને તે આ સ્પર્ધાનો પરિણામલક્ષી પ્રયોગ રહેલો છે.

6

સાંપ્રત સમસ્યાનાં સમાધાનનો સુત્રધાર

યુવાનો આત્મનિરીક્ષક બની અનુભવો રજુ કરી સાંપ્રત સમસ્યાનું સમાધાન લાવવામાં સહાયરૂપ બને એ ઉદ્દેશ છે.

7

વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ

આ સ્પર્ધા વિદ્યાર્થીનાં જીવનમુલ્યોનું ઘડતર કરીને તેના સર્વાંગી વિકાસ માટે છે. આદર્શ વિદ્યાર્થી,આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું જેથી આદર્શ વિદ્યાર્થી, આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય.

બૌદ્ધિક વિકાસ

વિચારકનું નિર્માણ

સ્પર્ધાનો પ્રથમ હેતુ વિદ્યાર્થીને ‘બોલનાર’ (Speaker) નહીં, પરંતુ ‘વિચારક’ (Thinker) બનાવવાનો છે.

સંશોધન અને વિશ્લેષણ

કોઈપણ વિષય પર બોલવા માટે, વિદ્યાર્થીએ ફક્ત માહિતી એકઠી નથી કરવાની હોતી, પરંતુ તે માહિતીનું વિશ્લેષણ કરવું પડે છે. તેણે વિષયની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો સમજવી પડે છે. આ પ્રક્રિયા તેની વિવેચનાત્મક વિચારસરણી (Critical Thinking) ને તીવ્ર બનાવે છે.

તાર્કિક સંરચના

મેળવેલા જ્ઞાનને તાર્કિક ક્રમમાં ગોઠવવું (પ્રસ્તાવના, મુખ્ય મુદ્દા, સમાપન) એ એક બૌદ્ધિક કવાયત છે. આનાથી વિદ્યાર્થી અસ્તવ્યસ્ત વિચારોને સંરચિત (Structure) કરતા શીખે છે.

વાક્ પૂજન સ્પર્ધા જ્ઞાન, કળા અને આત્મવિશ્વાસનો ત્રિવેણી સંગમ છે.

સ્પર્ધાની વિશિષ્ટતા

સ્પર્ધા માં વિષયો માત્ર વિધાર્થી ઓ અને વિધાર્થી જીવન ને અનુલક્ષી ને યોજવામાં આવે છે.

આવા બૌધિક કોયડા રૂપે અને વિચારજન્ય વિચારો આપીને આ સ્પર્ધા આપણી સંસ્કૃતિ સાથે યુવા વયે જ વિધાર્થીઓ ને જોડે છે. એક સાચા નાગરિક બનવા પ્રેરે છે. સર્વાંગી વિકાસના બીજ રોપવા નું આ અભિયાન છે.

આ વર્ષ ની સ્પર્ધાનો વિષય

વિષય :- “ડિજીટલ યુગમાં વાસ્તવિક અને વર્ચ્યુઅલ માં હું કેવો દેખાવાનો પ્રયત્ન કરું છું ? જેવો છું તેવો ? કે દુનિયાને ગમે તેવો ?”

નોંધ :-  આ બધા મુદ્દા ફક્ત માર્ગદર્શન માટે છે. વિષય ને ધ્યાને રાખીને તમારી સ્પીચ તૈયાર કરો. ત્રણેય સ્તરની સ્પર્ધા માં સમય મર્યાદા ૫ મીનીટ છે.

સ્પર્ધાની પ્રોસેસ

શાળાકક્ષા ની સ્પર્ધા

શાળા ના ૯ થી ૧૨ ધોરણ ના દરેક વર્ગ ના વિદ્યાર્થીઓ તૈયાર થયા બાદ શાળાકક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેમાં થી પ્રથમ ત્રણ નંબર આપવામાં આવે છે. શાળામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો ની યાદી માં પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકો ના નામ લખી વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટ ને મોકલવામાં આવે છે.

પ્રથમ સ્પર્ધક ને તાલુકા કક્ષાની સ્પર્ધા માટે આગળ જાય છે. બીજા નંબર ને 300 રૂપિયા નું રોકડ પુરસ્કાર અને ત્રીજા નંબર ને 200 રૂપિયા નું રોકડ પુરસ્કાર ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

દરેક શાળા ના પ્રથમ નંબરે આવતા વિજેતા સ્પર્ધકો તાલુકા કક્ષાની સ્પર્ધા માં આવશે. જેમકે બોટાદ ગ્રામ્ય, બોટાદ સિટી, ગઢડા, બરવાળા, રાણપુર એમ કુલ ચાર તાલુકાના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે તે તાલુકા સ્થળ ઉપર જ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેમાં બોટાદ થી નિર્ણાયક ટીમ જાય છે અને તાલુકા કક્ષાની સ્પર્ધામાં નિર્ણય આપે છે.

તેમાં થી પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબરના વિજેતા ને જિલ્લા કક્ષા ની ફાઈનલ સ્પર્ધા માં મોકલવા માં આવે છે. બાકીના સ્પર્ધકોને 1000 રૂપિયા નું રોકડ પુરસ્કાર + ટ્રોફી + પ્રમાણપત્ર આપવામાં આવે છે. તથા તમામ ભાગ લેનાર તથા સાંભળનાર દરેક સ્પર્ધકોને નાસ્તો કરાવી ને વિદાય આપવામાં આવે છે.

દરેક તાલુકાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતા સ્પર્ધકો ફાઈનલ સ્પર્ધા ભાગ લે છે. ચાર તાલુકાના 12 સ્પર્ધકો વચ્ચે જિલ્લા કક્ષાની ફાઈનલ સ્પર્ધા યોજવામાં આવે છે. નિર્ણાયકો ની ટીમ નિર્ણય આપે તે વચ્ચેના સમયમાં સ્પર્ધા શા માટે ? સ્પર્ધાથી વિદ્યાર્થીઓને કેવો ફાયદો થાય. સ્પર્ધા નો ઇતિહાસ વગેરે વાતો અલગ અલગ વક્તાઓ કરે છે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિદ્યાર્થી ને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે અમેરિકા સ્થિત લવાણી પરિવાર વર્ષો થી આવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે.

આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થી ને ₹ ૭૦૦૦ રોકડ પુરસ્કાર + વિજેતા ટ્રોફી + પ્રમાણપત્ર, દ્વિતીય નંબરે આવનાર વિદ્યાર્થી ને ₹ ૬૦૦૦ રોકડ પુરસ્કાર + ટ્રોફી + પ્રમાણપત્ર, તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થી ને ₹ ૫૦૦૦ રોકડ પુરસ્કાર + ટ્રોફી + પ્રમાણપત્ર આપવામાં આવે છે.

જિલ્લા ની ફાઈનલ માં ભાગ લેનાર બાકી સ્પર્ધકોને ₹ ૨૦૦૦ રોકડ પુરસ્કાર + ટ્રોફી + પ્રમાણપત્ર આશ્વાસન ઇનામ તરીકે આપવામાં આવશે.

પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થી ની શાળાને વિજેતા શાળા તરીકે જાહેર કરવામાં આવશે. અને તેને રનીંગ શિલ્ડ આપવામાં આવશે. તેમજ ₹ ૫૦૦૦ રોકડ પુરસ્કાર તે શાળાને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકોને નાસ્તા-પાણી કરાવી ને વિદાય આપવામાં આવે છે.

કોલેજ કક્ષા ની સ્પર્ધા

આ સ્પર્ધા માં શાળા કક્ષા માં જે વિષય આપવામાં આવે છે તેમ જ હોઈ છે. આમાં કોલેજ ના વિધાર્થીઓ ડાયરેક્ટ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી ને પોતાનું નામ નોધાવે છે અને ફાઈનલ માં બે ગ્રુપ પાડી ને પેલા સ્પર્ધા કરવા આવે છે. ગ્રુપ માં થી જે નંબર આવે તેમના વચે ફાઈનલ સ્પર્ધા કરવામાં આવે છે. ઇનામો પણ શાળા કક્ષાએ આપવામાં આવે છે તે જ આપવામાં આવે છે.

જિલ્લા કક્ષા ની ફાઈનલ સ્પર્ધા

દરેક તાલુકાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતા સ્પર્ધકો ફાઈનલ સ્પર્ધા ભાગ લે છે. ચાર તાલુકાના 12 સ્પર્ધકો વચ્ચે જિલ્લા કક્ષાની ફાઈનલ સ્પર્ધા યોજવામાં આવે છે. નિર્ણાયકો ની ટીમ નિર્ણય આપે તે વચ્ચેના સમયમાં સ્પર્ધા શા માટે ? સ્પર્ધાથી વિદ્યાર્થીઓને કેવો ફાયદો થાય. સ્પર્ધા નો ઇતિહાસ વગેરે વાતો અલગ અલગ વક્તાઓ કરે છે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિદ્યાર્થી ને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે અમેરિકા સ્થિત લવાણી પરિવાર વર્ષો થી આવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે.

આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થી ને ₹ ૭૦૦૦ રોકડ પુરસ્કાર + વિજેતા ટ્રોફી + પ્રમાણપત્ર,

દ્વિતીય નંબરે આવનાર વિદ્યાર્થી ને ₹ ૬૦૦૦ રોકડ પુરસ્કાર + ટ્રોફી + પ્રમાણપત્ર,

તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થી ને ₹ ૫૦૦૦ રોકડ પુરસ્કાર + ટ્રોફી + પ્રમાણપત્ર આપવામાં આવે છે.

જિલ્લા ની ફાઈનલ માં ભાગ લેનાર બાકી સ્પર્ધકોને ₹ ૨૦૦૦ રોકડ પુરસ્કાર + ટ્રોફી + પ્રમાણપત્ર  આશ્વાસન ઇનામ તરીકે આપવામાં આવશે.

પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થી ની શાળાને વિજેતા શાળા તરીકે જાહેર કરવામાં આવશે. અને તેને રનીંગ શિલ્ડ આપવામાં આવશે. તેમજ ₹ ૫૦૦૦ રોકડ પુરસ્કાર તે શાળાને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકોને નાસ્તા-પાણી કરાવી ને વિદાય આપવામાં આવે છે.

શાળાકક્ષા ની સ્પર્ધા

શાળા ના ૯ થી ૧૨ ધોરણ ના દરેક વર્ગ ના વિદ્યાર્થીઓ તૈયાર થયા બાદ શાળાકક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેમાં થી પ્રથમ ત્રણ નંબર આપવામાં આવે છે. શાળામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો ની યાદી માં પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકો ના નામ લખી વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટ ને મોકલવામાં આવે છે.

પ્રથમ સ્પર્ધક ને તાલુકા કક્ષાની સ્પર્ધા માટે આગળ જાય છે. બીજા નંબર ને 300 રૂપિયા નું રોકડ પુરસ્કાર અને ત્રીજા નંબર ને 200 રૂપિયા નું રોકડ પુરસ્કાર ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

તાલુકા કક્ષા ની સ્પર્ધા

દરેક શાળા ના પ્રથમ નંબરે આવતા વિજેતા સ્પર્ધકો તાલુકા કક્ષાની સ્પર્ધા માં આવશે. જેમકે બોટાદ ગ્રામ્ય, બોટાદ સિટી, ગઢડા, બરવાળા, રાણપુર એમ કુલ ચાર તાલુકાના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે તે તાલુકા સ્થળ ઉપર જ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેમાં બોટાદ થી નિર્ણાયક ટીમ જાય છે અને તાલુકા કક્ષાની સ્પર્ધામાં નિર્ણય આપે છે.

તેમાં થી પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબરના વિજેતા ને જિલ્લા કક્ષા ની ફાઈનલ સ્પર્ધા માં મોકલવા માં આવે છે. બાકીના સ્પર્ધકોને 1000 રૂપિયા નું રોકડ પુરસ્કાર + ટ્રોફી + પ્રમાણપત્ર આપવામાં આવે છે. તથા તમામ ભાગ લેનાર તથા સાંભળનાર દરેક સ્પર્ધકોને નાસ્તો કરાવી ને વિદાય આપવામાં આવે છે.

કોલેજ કક્ષા ની સ્પર્ધા

આ સ્પર્ધા માં શાળા કક્ષા માં જે વિષય આપવામાં આવે છે તેમ જ હોઈ છે. આમાં કોલેજ ના વિધાર્થીઓ ડાયરેક્ટ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી ને પોતાનું નામ નોધાવે છે અને ફાઈનલ માં બે ગ્રુપ પાડી ને પેલા સ્પર્ધા કરવા આવે છે. ગ્રુપ માં થી જે નંબર આવે તેમના વચે ફાઈનલ સ્પર્ધા કરવામાં આવે છે. ઇનામો પણ શાળા કક્ષાએ આપવામાં આવે છે તે જ આપવામાં આવે છે.

તૈયારી કેવી રીતે કરવી

સ્પર્ધામાં ભાગ લેવા માટે રેજીસ્ટ્રેશન

મહાવરો (Practice)

ભાષણને ગોખશો નહીં, સમજો.

આખી સ્પીચ શબ્દશઃ ગોખવાને બદલે, તેના મુખ્ય મુદ્દા (Key Points) અને તેનો ક્રમ યાદ રાખો. આનાથી તમે સ્ટેજ પર કોઈ લાઈન ભૂલી જશો તો પણ અટક્યા વિના સહજતાથી બોલી શકશો.

આનાથી તમને તમારા શારીરિક હાવભાવ (Body Language), ચહેરાના ભાવ (Expressions) અને આત્મવિશ્વાસ (Confidence) પર કામ કરવામાં મદદ મળશે.
મોબાઈલમાં તમારું ભાષણ રેકોર્ડ કરો અને સાંભળો. તમે ક્યાં બહુ ઝડપથી બોલો છો? ક્યાં અવાજ ધીમો છે? કયા શબ્દો સ્પષ્ટ નથી સંભળાતા? તેના પર સુધારો કરો.
એક જ ગતિએ ભાષણ ન આપો. જ્યાં ભાર આપવાની જરૂર હોય ત્યાં અવાજ ઊંચો કરો, જ્યાં ગંભીર વાત હોય ત્યાં ધીમા પડો. યોગ્ય જગ્યાએ અટકો (Pause). આનાથી ભાષણ રસપ્રદ બને છે.
સ્ટોપવોચ (Stopwatch) ચાલુ રાખીને જ પ્રેક્ટિસ કરો. ખાતરી કરો કે તમારું ભાષણ નિયત સમયમાં જ પૂરું થાય છે.
તેમની સામે ભાષણ આપો અને તેમનો સાચો ફીડબેક (Feedback) લો. તેઓ તમારા શ્રોતા છે, તે તમને જણાવશે કે તમારી કઈ વાત સારી લાગી અને ક્યાં સુધારાની જરૂર છે.

સ્પર્ધાના દિવસે

ઊંડો શ્વાસ

સ્ટેજ પર જતા પહેલા ઊંડા શ્વાસ લો.

યોગ્ય વેશભૂષા

યોગ્ય અને સ્વચ્છ કપડાં પહેરો.

આંખ સંપર્ક

શ્રોતાઓ સાથે આંખનો સંપર્ક (Eye Contact) જાળવી રાખો. આખા હોલમાં જુદી જુદી દિશામાં નજર ફેરવો.

હળવું સ્મિત

ગભરામણ થાય તો પણ ચહેરા પર હળવું સ્મિત રાખો.

સ્પર્ધા ની તૈયારી કેવી રીતે કરવી તેનો વિડીયો જોવા ક્લિક કરો.

ગેલેરી / ગત વર્ષોની ઝલક

સંપર્ક કરો

હાઈસ્કૂલ ની સ્પર્ધા માટે

+91 85305 75858

રમણીકભાઈ ચૌહાણ

+91 97240 37783

દર્શનભાઈ ચૌહાણ

કોલેજ ની સ્પર્ધા માટે

+91 99090 18901

વેદ પટેલ

+91 94269 41225

વેલજીભાઇ કણકોટિયા