સ્વયં ની સફર
સર્વાંગી વિકાસ માટેની એક સુંદર યાત્રા
- 32 વર્ષની વારસાગત યાત્રા
1994 થી સાથે મળીને આગળ વધતા
છેલ્લા 31 વર્ષથી આપણે સૌ સાથે મળીને આપણા બાળકોના સર્વાંગી વિકાસના ભાગરૂપે 1994 થી વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટ દ્રારા વક્તૃત્વ સ્પર્ધાના માધ્યમથી આપડે મળતા આવ્યા છીએ. આ વર્ષથી એટલે 04 જુલાઈ 2025 થી એક નવા સોપાનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
- બાળક વાંચતો થાય, વિચારતો થાય, બોલતો થાય અને જીવનમાં અમલ કરતો થાય
- શરીરથી સ્વસ્થ, મનથી શક્તિશાળી, આત્માથી આનંદી બનવાની યાત્રા
- શિક્ષણની સાથે સંસ્કાર, અધ્યાત્મ અને સેવાનું સંયોજન
- સ્વ વિકાસથી રાષ્ટ્ર વિકાસની એક અનોખી સફર
સ્વયંની સફર એટલે શું?
આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ પોતાની જાતને સમજવા, પોતાના વિચારો, મૂલ્યો, શક્તિઓ, નબળાઈઓ, લાગણીઓ, જીવનના હેતુને જીવનના ધ્યેયને ઊંડાણથી શોધવા પ્રયત્ન કરે.
આત્મશોધ
વ્યક્તિ પોતાના સાચા મૂલ્યો શક્તિઓ નબળાઈઓ ને ઓળખે.
જાગૃતિ
પોતાના વિચારો અને વર્તનની પેટર્ન ને સમજે અને સકારાત્મક ફેરફાર કરતો થાય.
આધ્યાત્મિક વિકાસ
આ સફર વ્યક્તિ ને આધ્યાત્મિક માર્ગ તરફ દોરી જાય છે. જીવનના ઊંડા અર્થ અને હેતુ શોધતો થાય છે.
સ્વીકૃતિ અને સંતુલન
પોતાની ખામીઓ અને ખુબીઓને સ્વીકારી આંતરિક શાંતિ અને સંતુલન પ્રાપ્ત કરે છે.
- સર્વાંગી વિકાસ માટેની એક સુંદર યાત્રા.
- શૈક્ષણિક વિકાસ સાથે આંતરિક વિકાસની યાત્રા.
- સ્વ વિકાસથી રાષ્ટ્ર વિકાસની એક અનોખી સફર.
- શિક્ષણની સાથે સંસ્કાર અધ્યાત્મ અને સેવાનું સંયોજન.
- શરીરથી સ્વસ્થ, મનથી શક્તિશાળી આત્માથી આનંદી બનવાની યાત્રા.
- આ સફરથી સાંસ્કૃતિક, નૈતિક, સામાજિક, ભાવનાત્મક, જ્ઞાનાત્મક, શારીરિક વિકાસ સાથે તમારા ભવિષ્ય ઘડવાની યાત્રા.
- આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ પોતાની જાતને સમજવા.પોતાના વિચારો ,મૂલ્યો, શક્તિઓ, નબળાઈઓ, લાગણીઓ, જીવનના હેતુને જીવનના ધ્યેયને ઊંડાણથી શોધવા પ્રયત્ન કરે.
- આ સફરમાં વ્યક્તિ આધ્યાત્મિક, માનસિક અને ભાવનાતમક સ્તરે વ્યક્તિના આંતરિક વિશ્વની શોધખોળ કરતો થાય.
સ્વયંની સફરના ફાયદાઓ
આ સફરથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
આંતરિક શાંતિ
મનની અશાંતિ ઘટે છે અને જીવનમાં સ્પષ્ટતા આવે છે.
આત્મ વિશ્વાસ
પોતાની શક્તિઓ અને મૂલ્યોની ઓળખથી આત્મવિશ્વાસ વધે છે.
સંબંધોમાં સુધાર
સ્વ જાગૃતિથી અન્ય લોકો સાથેના સંબંધો વધુ સારા બને છે.
જીવનનો આનંદ
પોતાના હેતુને સમજવાથી જીવનમાં આનંદ અને સંતોષ વધે છે.
જીવન કૌશલ્યો
જીવન જીવવાની કળા શીખવા મળશે અને જીવન કૌશલ્યો ખીલશે.
ચારિત્ર્ય નિર્માણ
તમારામાં ચારિત્ર નું નિર્માણ થશે અને રાષ્ટ્રભાવના જાગશે.
પ્રકૃતિ પ્રેમ
પ્રકૃતિ પ્રેમ નિર્માણ થશે અને જીવ જગત જગદીશ નો સંબંધ સમજાશે.
જાગૃત નાગરિક
જાગૃત અને જવાબદાર નાગરિક બનશો.
સર્વાંગી વિકાસ કરવા સ્વયંની સફર કરવી ખૂબ જ જરૂરી છે. આ સફર દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે પણ ઉદ્દેશ હંમેશા એક જ હોય, પોતાની સાચી ઓળખ અને જીવનનો હેતુ શોધવો અને પરિણામ જીવનમાં સુખ, શાંતિ, સમાધાન મેળવવાનો હોય છે.
આપણે કેવી કેવી સફરો કરવી છે?
આ સાથે આપણે બાળકો માટે તો ઉપયોગી છે જ પણ આપણા સ્વ ઘડતરમાં પણ ઉપયોગી નીવડશે. નિસ્વાર્થ ભાવે આપણે આ કાર્યક્રમમાં કામ કરીશું અને નિયમિત ભાગ લઈશું તો આપણે પણ બદલાયા વિના રહેતા નથી.
સ્વપ્નો સાકાર કરવાની સફર
નિરોગી આરોગ્યની સફર
રાષ્ટ્ર સેવાની સફર
સંબંધોની સફર
સમાજ સેવાની સફર
વિજ્ઞાનની સફર
ઇતિહાસની સફર
પ્રકૃતિ પરિભ્રમણની સફર
મૂલ્યો સંસ્કારની સફર
ચરિત્ર દર્શનની સફર
ગુણ દર્શનની સફર
રમત ગમતની સફર
ઉત્સવોની સફર
જીવન કૌશલ્યોની સફર
પુસ્તકો સાથે સફર
ગીત - સંગીતની સફર
ઉત્સાહથી ભરેલા અને દેશના ભવિષ્ય એવા બાળકો સાથે બે વર્ષ કામ કરીશું તો બાળકો સાથે આપણી પણ સ્વયંની સફર આનંદદાયી રહેશે. આ સ્વયંની સફર પાંચ દસ સ્કૂલ કે જિલ્લા પૂરતી નથી.
પરંતુ દરેક બાળકને આ લાભ મળે અને સર્વાંગી વિકાસ થાય તે માટે છે .
- તમારી સફર અહીંથી શરૂ થાય છે