તૈયારી માર્ગદર્શન

વક્તવ્ય પહેલાં વિષયનું હાર્દ સમજવું સૌથી જરૂરી છે.

સારી સ્ક્રિપ્ટ માહિતીથી જ નહીં, પણ વિદ્યાર્થીના પોતાના વિચાર, અનુભવ અને સચોટ રજૂઆતથી મજબૂત બને છે.

આ વર્ષનો વિષય
મારા જીવન ઘડતર માટે વિચાર, વાણી અને વર્તનમાં સમન્વયની આવશ્યકતા

નીચેના પેટા મુદ્દા સંદર્ભ માટે છે. વિદ્યાર્થી પોતાનો મૌલિક અભિગમ ઉમેરી શકે છે.

  • જીવન ઘડતરમાં વિચારોનો પ્રભાવ.
  • વાણી, વિચાર અને વર્તનમાં ઐક્ય લાવવા મારા પ્રયત્નો.
  • સમન્વય ન રાખી શકાય તેના કારણો.
  • સમન્વય રાખવા માટે કોનો આધાર લઈ શકાય.
તૈયારી કેવી રીતે કરવી

સ્ક્રિપ્ટને વિચારપૂર્વક ગોઠવો.

પ્રારંભથી અંત સુધી વક્તવ્યમાં સ્પષ્ટતા, ક્રમબદ્ધતા અને હાર્દ હોવું જોઈએ.

હાર્દ સમજો

વિષય શું કહેવા માંગે છે તે સૌપ્રથમ સમજો અને સમયમર્યાદામાં તેને ન્યાય આપો.

મૌલિકતા ઉમેરો

પોતાની સમજણ, અનુભવ અને ચિંતન મુજબ વિચારો રજૂ કરો.

સંદર્ભ જોડો

પંક્તિઓ, ઉક્તિઓ, ઉદાહરણો અને હકીકતોનો સંક્ષિપ્ત આધાર લો.

રસપ્રદ શરૂઆત

વિષયને અનુરૂપ સાહિત્ય, પ્રશ્ન અથવા પ્રસંગથી શરૂઆત અસરકારક બનાવો.

ક્રમબદ્ધ મધ્યભાગ

મુદ્દાઓની છણાવટ તર્કસંગત અને સરળ રીતે કરો.

સચોટ સમાપન

વક્તવ્યનું અંતિમ વાક્ય સારયુક્ત, હાર્દપૂર્ણ અને યાદ રહી જાય એવું રાખો.

સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર છો?

તમારી કક્ષા મુજબ યોગ્ય ફોર્મ પસંદ કરો. માર્ગદર્શન માટે સંપર્ક પાને વિગતો આપવામાં આવી છે.